ડીસા પંથકમાં હઝારો આંબાના ઝાડ આવેલા છે અને એક ઝાડ અંદાજિત 25 થી 30 હજારમાં ભાડે રખાતા હોય છે, પરંતુ આ વખતે ભાડે રાખનારની હાલત કફોડી બની જવા પામી છે, પહેલા ઉનાળાની શરૂઆતમાં ઝાડ પર મોર આવ્યા હતા, પરંતુ વાવાઝોડાના કારણે તમામ ફાલ ખરી પડ્યો હતો. ત્યારબાદ ગઈકાલે આવેલા વાવાઝોડામાં તમામ આબાના ઝાડ પરની કેરીઓ જમીનદોસ્ત થઈ જાતા આંબા ભાડે રાખનારને કરોડો રૂપિયાનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.