પ્રજાજનો માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરતા નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.ગાંધી

નર્મદા જિલ્લા પ્રભારી સચિવ એમ એ ગાંધીએ નર્મદા જિલ્લામાં નિર્માણાધિન ૭૫ અમૃત સરોવરની કામગીરીની સમીક્ષા કરી હતી. જ્યાં ગ્રામ વિકાસના નિયામકશ્રીએ સરોવર તથા બ્યુટિફિકેશન સહિતની તમામ કામગીરીની ઝીણવટપૂર્ણ માહિતીથી જિલ્લા પ્રભારી સચિવ એમ એ ગાંધીને વાકેફ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ સંબંધિત અધિકારીઓને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીને સરાહના કરીને કામગીરીને વધુ વેગવાન બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી વિનોદ પટેલ, પાણી પુરવઠા (સિવિલ) ના કાર્યપાલક ઇજનેરશ્રી બી.કે.રાઠવા, રાજપીપલા ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા સહિત જિલ્લાના સંબંધિત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.