આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા તારીખ-24- 5 -2023 ના રોજ 
 G 20 સમીટ માટે વિશ્વભરમાંથી આવેલા મહાનુભાવો અને ઊતરાખંડના મંત્રીઓ સમક્ષ પરમાર્થ નિકેતન આશ્રમ ગંગાઘાટ પર  ગુજરાત તથા હાલોલ  પંચમહાલનું ગૌરવ અને સમગ્ર વિશ્વમાં નૃત્ય થકી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી વિશ્વ ફલક પર હાલોલ પંચમહાલનું નામ ગુંજતું કરનાર વિશ્વ વિખ્યાત નૃત્ય કલાકાર બેલડી  ભરત બારીયા અને અક્ષય પટેલ દ્વારા મહા ગંગા આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર  વિશ્વમાંથી આવેલા મહાનુભવો સમક્ષ  પોતાનુ અદભુત નૃત્ય  રજુ કરી સૌને અચંબિત કરી દીધા હતા જેમાં બન્ને કલાકારોની નૃત્ય કલા દ્વારા પ્રસ્તુત કરાતી  ભારતીય સંસ્કૃતિને જોઈને ઉપસ્થિત સૌ કોઈ  મંત્રમુગ્ધ થયા હતા અને ભરત બારીયા અને અક્ષય પટેલની નૃત્ય કલાને બિરદાવી તાળીઓના ગગડાટથી વધાવી લીધી હતી.