દીવ તરફથી આવતા રાજકોટના કાર ચાલકે સર્જ્યો ગમખવાર અકસ્માત : અન્ય એક બાળકીને પણ ગંભીર ઈજા અમરેલી તાલુકાના ગાવડકા ગામે રહેતા અને કોલેજમાં ચોકીદાર તરીકે નોકરી કરતા એક વૃદ્ધ પોતાની બે પૌત્રીને બાઈક પર અમરેલીથી વાંકીયાલઈ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે અકસ્માત સર્જતા બન્ને દાદા પૌત્રીનું મોત થયું હતું . જ્યારે અન્ય એક પૌત્રીને ગંભીર ઈજા પહોંચી હતી . અકસ્માતની આ ઘટના ગાવડકા ચોકડીથી આગળ જતા ધારી રોડ પર બની હતી. મળતી માહિતી મુજબ અકસ્માતની આ ઘટનામાં વાંકીયા ગામે રહેતા મનુભાઈ કાથડભાઈ ભટ્ટી ઉં. વ.૬૪ અને તેમની ૮ વર્ષની પૌત્રી વિશ્વા વિવેકભાઈ નું મોત થયું હતું. મનુભાઈ ભટ્ટી અમરેલીમાં હોમિયોપેથિક કોલેજમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા. આજે સાંજે નોકરી પૂર્ણ કરી તેઓ બાઈક પર અહીંના લેઉવા પટેલ સંકુલ નજીક તેમના ભાઈના ઘરે ગયા હતા.અને ત્યાથી પોતાની ૮ વર્ષીય પૌત્રી વિશ્વા તથા ૧૫ વર્ષીય યશ્વીને લઈ વાંકીયા જવા નીકળ્યા હતા.મોડી સાંજે તેમનું બાઈક ગાવડકા ચોકડીથી થોડે આગળ પહોંચ્યું ત્યારે સામેથી આવી રહેલી કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો . આ ઘટનામાં મનુભાઈ તથા તેની પૌત્રી વિશ્વાનું મોતથયું હતું.જ્યારે યશ્વીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે તાબડતોબ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.બનાવ અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પરંતુ અકસ્માત સર્જનાર કાર રાજકોટની હોવાનું કહેવાય છે અને આ કાર દીવ તરફથી આવી રહી હતી.બનાવને પગલે અમરેલી સિવિલ હોસ્પિટલે હોમિયોપેથિક કોલેજનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.મૃતક મનુભાઈ ભટ્ટી દરરોજ કોલેજેથી પોતાના ગામ વાંકીયા મોટરસાયકલ પર આવતા જતા હતા.આજે પોતાની પૌત્રીઓને સાથે લઈને નીકળ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમને કાળ ભરખી ગયો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.