પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી , ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજયમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા ખાસ પ્રોહીબીશન/જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય,
ભાવનગર રેન્જ આઇ.જી.શગૌતમ પરમાર નાઓએ આ ડ્રાઈવ દરમિયાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૨૯/૦૫/૨૦૨૩ નાં રોજ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય,
તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક સ્વીફટ કાર ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ચાવંડ ગામથી લાઠી તરફથી આવે છે.
જે બાતમી આધારે વોચમાં હોય તે દરમિયાન હકીકત વાળી સ્વીફટ કાર આવતા જેને રોકવા પ્રયાસ કરતા ગાડી ઉભી રાખેલ નહિ,
જેનો પોલીસ સ્ટાફે પીછો કરતા સ્વીફટ કાર ચાલક આગળ રોડ ઉપર કાર ઉભી રાખી નાસી ગયેલ.
જે કારમાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવેલ,
જે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દામાલ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
અને નાસી ગયેલ આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
પકડવાના બાકી આરોપીઃ-
કિશોરભાઈ ગભરૂભાઈ વાળા, રહે.ચલાલા, તા.ધારી, જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર- ૧, કલેકશન વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૨૪ કિ.રૂ.૯૩,૬૩૬/- તથા
એક મારૂતિ સુઝુકી સ્વીફટ કાર રજી. નંબર જી.જે.૧૬.બી.બી.૪૬૫૯ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી,
કુલ કિ.રૂ. ૩,૯૩,૬૩૬/- નો મુદ્દામાલ.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, આદિત્યભાઇ બાબરીયા, કિશનભાઈ આસોદરીયા, તથા પો કોન્સ. તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.