આજરોજ રાધનપુર શહેર વોર્ડ નમ્બર એક થી સાત માં પાછળ ઘણા સમયથી પીવાનું તથા વાપરવાનું પાણી પૂરતા પ્રમાણમાં ના મળતું હોવાથી બહેનોને બાળકોને તેડી ભર ઉનાળે દૂર દૂર સુધી પાણી ઉપાડવા જવુ પડતું હોવાથી નગરપાલિકા વહીવટદાર શ્રી રાધનપુર મામલતદાર સાહેબને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયાબેન સોનીએ એમના લેટર પેડ પર લેખિતમાં રજુઆત કરી હતી જેમાં રાધનપુર મહિલા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખશ્રી જ્યોતિબેન જોષી વોર્ડ નમ્બર એક ના મહિલા પ્રમુખશ્રી કાંતાબેન ભુરાભાઇ વોર્ડ નમ્બર સાતના વોર્ડ મહિલા પ્રમુખશ્રી વારીબેન વિગેરે બહેનો હાજર રહ્યા હતા....