ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ પૈકી ટોપ 24 ની યાદીમાં પ્રથમ નંબરના આરોપીને પકડવા માટે પોલીસે જાનૈયાનુંવેશ ધારણ કરી આંતરરાજ્ય પ્રોહીબિશનની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા છેલ્લા ૧૦ વર્ષથી ઇનામી આરોપી કે જે ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજ્યના કુલ 144 ગુનાઓમાં વિદેશી દારૂ સહિત ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) કિંમત રૂપિયા ૨,૦૩,૧૦,૬૬૫/- ના મુદ્દામાલ ના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પિદિયાભાઈ રત્નાભાઇ સંગાડીયા રહેવાસી મધ્ય પ્રદેશ ને ઝડપી પાડવામાં  દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળીમળતી માહિતી અનુસાર એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર કે.ડી ડિડોર ના આગેવાનીમાં હુમન ટેકનિકલ સોર્સ મારફતે મળેલ માહિતી અનુસાર એલ.સી.બી પી.એસ.આઇ એમ. એલ. ડામોર તથા પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત રાજ્યમાં ટોપ 24 નાસ્તા ફરતા આરોપીની યાદીમાં પ્રથમ ક્રમાંકે તથા દાહોદ જિલ્લાનો ટોપટેન નાસતા ફરતા આરોપીમાં પણ ફર્સ્ટ ક્રમાંકે જે આરોપી ઉપર 10,000 ઇનામ જાહેર કરવામાં આવેલ છે તેને ગુજરાત રાજ્યના અને અન્ય જિલ્લા તથા મધ્ય પ્રદેશ રાજ્યના કુલ 144 ગુનાઓમાં જેમાં વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૨,૦૩,૧૦,૬૬૫/- ના મુદ્દા માલના ગુનાઓમાં સંડોવાયેલો મધ્યપ્રદેશ માં રહેતા નાસતા ફરતા આરોપી પિદિયાભાઈ રત્નાભાઇ સંગાડીયા જે ગુજરાત રાજ્યના બોર્ડર પરના સીમાડામાં આવેલ ખરોદા ગામ આલની તલાઈ જંગલમાં હોવા અંગેની સચોટ માહિતી આધારે આરોપીને ઝડપી પાડવા દાહોદ એલસીબીની ટીમે અલગ અલગ ટીમો બનાવી ફોરવીલર ગાડીઓમાં જાનૈયાનુંવેશ ધારણ કરી ડીજેના તાલે નાચ ગાન કરતા બાતમી વાળા જગ્યા પર આલની તળાઈના જંગલમાં રસ્તે આરોપીને કોઈ શક ન જાય ( ક્ષિતિજ કાપડિયા 9408788006 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) તે રીતે નાચ ગાન કરી આ કામના આરોપી ને વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી ઝડપી પાડી તેના વિરુદ્ધ દાખલ થયેલ ગુનાઓના સંબંધને તપાસ કરતા 144 જેટલા ગુનાઓમાં હોવાનું જાણવા મળેલ છે ગુનાઓ અંગે આગળની કાર્યવાહી કરવા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી ગુજરાતમાં દારૂબંધી હોવાનું જાણવા છતાં ગુજરાતના ગ્રાહકોને ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરી પોતાના આર્થિક લાભ મેળવવાની એમ.ઓ. ધરાવે છે આરોપીને પકડવા પોલીસે જાનૈયાનું વેશ ધારણ કર્યું હતું જેના પગલે કહી શકાય દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને નાસ્તા ફરતા એવા 144 ગુનાઓમાં ના આરોપી ને પકડવામાં સફળતા મળેલ છે