મહિલા પર હુમલાની આ ઘટના મોટા જીંજુડા ગામે પ્રાગજીભાઇ પટેલની વાડીએ બની હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વાંશીયાળીમા રહેતા ચકુબેન જીણાભાઇ પરમાર (ઉ.વ.૩૬) નામની મહિલાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે

તેઓએ મોટા જીંજુડામા આંબાના બગીચામાથી કેરી ઉતારવાનુ મજુરી કામ રાખ્યુ હતુ.જેથી તેઓ તેના દીકરા રણજીત સાથે મોટા જીંજુડા ગામે પ્રાગજીભાઇ પટેલની વાડીએ કેરી ઉતારવા ગયેલા હતા અને કેરી ઉતારતા હતા.

ત્યારે અચાનક વલ્લભ મીઠાભાઇ પીપળીયા નામના શખ્સ આવી ચડતા મારા આંબામાથી કેરી શું કામ ઉતારી એમ કહી વલ્લભ પીપળીયા એ મહિલાને માથામા પાઇપ ઝીંકી ઢીકાપાટુનો મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશન નાં પી.એસ.આઇ. વાય.પી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.