બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડે ભાભરના ઈસમ ગંગારામને ઝડપી પાડ્યો છે. જેમાં મળેલી બાતમી હકીકતના આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં જુગારધારાના ગુના નામે નાસ્તા ફરતા આરોપીને પાલનપુરમાંથી પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડી પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય એ.ડી.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર તેમજ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા.
તે દરમિયાન ટીમને મળેલ ખાનગી હકીકત આધારે પાલનપુર શહેર પૂર્વ પોલિસ સ્ટેશને જુગારધારા ક.12 ( અ ) મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી ગંગારામભાઈ ઉર્ફે ગૌતમ નાગજીભાઈ જોશી રહે.લુણસેલા ભાભરવાળાને પાલનપુર થી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા માટે પાલનપુર પુર્વે પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ તપાસ હાથ ધરી છે.