અમરેલી તાબા નાં ગામડામાં બનવા પામ્યો બનાવ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અમરેલી તાલુકાના એક ગામડામાં ૧૫ વર્ષ ૯ માસની સગીરાના ઘરે ઘૂસીને એક વ્યક્તિએ અગાસીમાં સુતેલી સગીરાની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.
તાલુકા પોલીસ મથક ખાતે મહિલાની માતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે.
તેમની ૧૫ વર્ષ અને ૯ માસની દીકરી સાથે ખરાબ કામ કરવાના ઇરાદે તેના ગામનો બકુલભાઈ ભનુભાઇ દાદુકીયા નામનો યુવક કોઈ પણ રીતે તેના ઘરની અગાસી પર રાત્રી દરમિયાન આવી અને દીકરીના ખાટલા પાસે જઈને તેનો હાથ પકડ્યો હતો.
જોકે, તે દરમિયાન સગીરાએ રાડા રાડ કરતા તેણે તેનું મોઢું દબાવવાની કોશિશ કરી હતી અને તે ભાગવા જતા એક વ્યક્તિ દ્વારા તેને પકડવા જતા તેણે હાથમાં લાકડી મારી ઈજાઓ કરી હતી.
ત્યાર બાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ શખ્સ સગીરાને છેલ્લા ત્રણ મહિનાથી ગામમાં નીકળે ત્યારે પીછો કરી અને સ્ત્રી મર્યાદાનો ભંગ કરી શરીરે અડપલા તેમજ જાતીય સતામણી અને ખરાબ ઈશારાઓ કરી પરેશાન કરતો હતો.
આ સમગ્ર ઘટનામાં પોલીસે બનાવની ગંભીરતા દાખવી તુરંત જ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.