રોકડ રૂ.૨૪,૭૫૦/- સહિત કુલ રૂ.૨૫,૭૫૦-નાં મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતાં એક માણસને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કો. ભદ્દેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નાંદવાને વરલી મટકાના આંકડાનાં જુગાર અંગે મળેલ બાતમી આધારે મહુવા, ખારઝાપા, રામજી મંદિર પાસે રેઇડ કરતાં નીચે મુજબનો માણસ જાહેરમાં બોમ્બે વરલી મટકાના આંકડા લખેલ સાહીત્ય તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧,૦૦૦/- તથા રોકડા રૂ.૨૪,૭૫૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. 

                                                                                                                                                                                                             આરોપીઓઃ-

1. વિઠ્ઠલભાઇ વશરામભાઇ પરમાર ઉ.વ.૬૫ ધંધો-મજુરી રહે.ખારઝાપા, રામજી મંદિરની બાજુમાં, મહુવા જી.ભાવનગર  

2. અશોકભાઇ કાબાભાઇ સાંખટ રહે.શાસ્ત્રી વસાહત, જનતા પ્લોટ, મહુવા જી.ભાવનગર (પકડવાના બાકી) 

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

                                                                  I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં અશોકભાઇ ડાભી, ભદ્દેશભાઇ પંડયા, તરૂણભાઇ નાંદવા, મહેન્દ્દસિંહ સરવૈયા