સમગ્ર રાજયમા કાળઝાળ ગરમી પડી રહિ છે અને જગતનાતાત ક્યારે ચોમાસુ શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે. કારણ કે જુન મહિનામા ચોમાસાની શરૂઆત થતા વાવણી કરતા હોય છે. ત્યારે રાજયમા ક્યારથી ચોમાસું શરૂ થશે અને જુન મહિનામા કઇ તારીખો મા વરસાદ થશે તે બાબતે હવામાન નિષ્ણાંત અંબાલલ પટેલની મહત્વની આગાહિ સામે આવી છે. કે અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું અંદમાન નિકોબરથી ઍક-બે દિવસમા આગળ વધી શકે છે જ્યારે 1 જૂને કેરળમાં પ્રવેશ કરવાની સંભાવના છે.
અને 4-5 અને 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમા વરસાદ પડી શકે છે.
8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે તેવી સંભાવના છે. અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું કે 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ તેવી શકયતા છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બને તેવી શકયતા છે અને 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. જ્યારે 22-23 અને 24 જૂનની આસપાસ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના સેવાઈ રહિ છે.
અંબાલાલની આગાહી અનુશાર ગુજરાતમાં 15 થી 30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22 મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહે તેવી શકયતા છે. ચોમાસાના મધ્ય ભાગમાં વરસાદી સીસ્ટમમા થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ ઝાકળી વાદળો આકાશમા જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેવુ દર્શાવે છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થવાની શકયતા છે.