કોઈ અજાણી વ્યક્તિઓ એ નર્મદા ની મુખ્ય કેનાલમાં પડતા મૂક્યું
દિયોદર તાલુકાના કોતરવાડા ગામે નર્મદા કેનાલમાં યુવક યુવતીની મળી લાશ
દિયોદર તાલુકાના કોતરવાડા ગામે ચાલતી નર્મદાની મુખ્ય કેનાલમાં કોતરવાડા અને સનેસડા વચ્ચે કોઈ અજાણ્યા યુવક યુવતી મુખ્ય કેનાલમાં છલાંગ લગાવીને પડતું મૂકવાની અને કેનાલ પાસે બાઈક અને બે મોબાઈલ પુલ પાસે થી મળેલ હતા ત્યારે તેની માહિતી મળતા સ્થાનિક તરવૈયાની શોધખોળ હાથ ધરી હતી પણ કલાકો સુધી કોઈ ભાળ ન મળતો થરાદ ફાયબ્રિગેડ ને જાણ કરતો ફાયબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાને પહોંચી 30 મિનિટ ની શોધખોળ બાદ એક યુવક અને એક યુવતી ની પાણીમાંથી લાશ મળી હતી અને દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને બંનેની લાશને દિયોદર રેફરલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
અહેવાલ અમૃત માળી ડીસા