સુરેન્દ્રનગર ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી.દોશી એ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ. જે સુચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પો.ઇન્સ.એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ એસ આઇ. જી.વી.મસીયાવા તથા એ.એસ.આઈ એમ.એ.રાઠોડ તથા એ.એસ.આઈ ડી.એમ.મોઘરીયા તથા હે.કો જયરાજસિંહનાઓએ ઝીંઝુવાડા પોસ્ટે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મેળવી અબ્દુલભઈ નાનુભાઈ કુરેશી જાતે.ડફેર ઉવ.30 ધંધો-ખેતી મુળ રહે.સરખેજ ફતેવાડી તળાવ પાસે છાપરામાં હાલ રહે. નગવાડા થી સાવણી વચ્ચે પોતાના છાપરામાં તા.દશાડા જિ.સુરેન્દ્રનગર વાળાને નગવાડા થી સાવણી ગામ તરફ જતા કાળી વેલી તળાવ પાસે થી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક ની કિ.રૂ.2500/- સાથે પકડી પાડેલ છે.મજકુર ઇસમ વિરૂધ્ધમાં ઝીંઝુવાડા પો.સ્ટે.માં ગુનો પાડેલ છે.