કાળી મજૂરી કરીને ખેતરોમાં દિવસ રાત ઉજાગરા કરીને પકવાતી ખેત જણસો ને લઈને જગતના તાત દિવસ
કાળી મજૂરી કરીને ખેતરોમાં દિવસ રાત ઉજાગરા કરીને પકવાતી ખેત જણસો ને લઈને જગતના તાત દિવસે ને દિવસે પોષણ શમ ભાવોને લઈને વ્યાપક નિરાશામાં ગરકાવ થઈ ગયા છે ત્યારે અમરેલી જિલ્લાના એપીએમસી ઓની જાહેર હરરાજીમાં ખેડૂતો ને કપાસના માત્ર 1200 થી 1450 સુધીમાં ભાવો મળતા ખેડૂતો જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ નિર્માણ પામી છે
આ છે અમરેલી જિલ્લાના એપીએમસી સેન્ટર........
અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, લાઠી, બાબરા, ધારી, બગસરા, ટીંબી, ખાંભા માર્કેટીંગ યાર્ડ આવેલા છે ને કપાસ હજુ પણ યાર્ડમાં ઠલવાઈ રહ્યો છે પણ ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ તે કપાસમાં હજુ મલી રહ્યા ના હોય ત્યારે ખેડૂતો હૈયા વરાળ કાઢી રહ્યા છે કેમ કે ચૂંટણી સમયે 2 હજાર ઉપરના કપાસના ભાવો સામે હાલ 1200 થી લઈને 1450 સુધીના ભાવો ખેડૂતોને મળતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે
ખેડૂતોએ ડિસેમ્બર નો કપાસ સાચવી સાચવીને રાખ્યો હતો કે ચૂંટણી બાદ ભાવમાં વધારો થશે ને પૂરતા ભાવો મળશે પણ ખેડૂતોની આશાઓ ઠગારી નીવડી અને ખાતર, બિયારણ, મજૂરી બધું મોંઘું થઈ ગયું હોય ને કપાસના ભાવો માત્ર 1200 થી 1450 સુધી થઈ જતા ખેડૂતો સાચવેલા કપાસને ના છૂટકે ઓછા તો ઓછા ભાવે કપાસ યાર્ડમાં વેચી રહ્યા છે ત્યારે એપીએમસી ના સેક્રેટરી પણ કપાસના ભાવો ઘટયા હોવાનો સ્વીકાર કરી રહ્યા છે
કપાસના ભાવો 1471 સુધી માંડ માંડ બજારમાં મળે છે ને અમરેલી જિલ્લામાં 12 હજાર મણ કપાસની આવક સામે ભાવો મળતા નથી ને મણે 400 ઉપરાંતની ખોટ ખેડૂતોને થઈ રહી હોય ત્યારે સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી થાય તોજ ખેડૂતો ઊંચા આવે તેમ એપીએમસી ના સેક્રેટરી કહી રહ્યા છે ત્યારે કૃષિ તજજ્ઞ ચેતન કુંભાણી એ હજુ કપાસમાં 100 રૂપિયા ભાવો ઘટે તેવા એંધાણો વર્તાવ્યા છે ને ખેડૂતોને કપાસ વેચી નાખવાની અપીલ કરી હતી
ઓકટોબર થી લઈને ડિસેમ્બર સુધી 2500 આસપાસ કપાસનો ભાવ રહ્યો હતો બાદ ભારત દેશે નિકાસ બંધી કરી હોવાથી વૈશ્વિક બજારોમાં કપાસ જતો ના હોય ત્યારે જગતના તાતને કૃષિ તજજ્ઞ એ વિનંતી કરી છે કે હજુ 100 રૂપિયા મણે ઘટાડો થવાનો હોય એથી કપાસ સંગ્રહ કરીને રાખવા કરતા વેચી નાખવો હિતાવહ છે ત્યારે કપાસની કઠણાઇ થી ખેડૂતો નિરાશા માં ગરકાવ થયા છે તે વાસ્તવિકતા છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.