લાઠી પો.સ્ટે.ના બે રાત્રી ઘરફોડ ચોરીના ગુનામા તથા દામનગર પો.સ્ટે.ના બે રાત્રી ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી લાઠી પોલીસ ટીમ.
ગુન્હા ની વિગત
લાઠી પો. સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૩૦૩૪૨૩૦૦૪૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ તથા લાઠી પો. સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૩૦૩૪૨૩૦૦૪૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના કામે
ઘરફોડ ચોરીનો આરોપી કિરણભાઈ સુરેશભાઈ મીઠાપરા રહે.ઢસા, શિતળાપરા, તા.ગઢડા,જી.બોટાદ, વાળો
પોતાની ધરપકડ ટાળવા સારૂ છેલ્લા ત્રણેક માસથી નાસતો ફરતો એટલે કે ફરાર હોય જેને ચાવંડ ચેક પોસ્ટ ખાતેથી પકડી પાડેલ છે.
અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર નાઓ દ્વારા રાજ્યની જેલો માથી ફરાર થયેલ કેદીઓ પકડવા તથા પોલીસ સ્ટેશનના ગુનાઓમા નાસ્તા ફરતા લીસ્ટેડ આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઈવનુ આયોજન રાખેલ હોય.
જે અન્વયે ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય,
જે અન્વયે હિમકરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય,
જે અનુસંધાને જે.પી.ભંડારી નાયબ પોલીસ અધીક્ષક અમરેલી નાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે લાઠી પો.સ્ટે.ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી પકડી પાડવા લાઠી પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. એચ.જે.બરવાડીયા તથા લાઠી પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે
ઉપરોક્ત લાઠી પો.સ્ટે.ના બન્ને ગુનાના કામે નાસતા ફરતા આરોપી કિરણભાઈ સુરેશભાઈ મીઠાપરા રહે.ઢસા, શિતળાપરા,તા.ગઢડા, જી.બોટાદ, વાળાને ચાવંડ ચેક પોસ્ટ ખાતેથી તા.૨૬/૦૫/૨૦૨૩ નારોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
કિરણભાઈ સુરેશભાઈ મીઠાપરા ઉ.વ.૨૩,ધંધો.મજુરી, રહે.ઢસા, શિતળાપરા,તા.ગઢડા, જી.બોટાદ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એચ.જે.બરવાડીયા તથા અના. એ.એસ.આઈ. જીતેન્દ્રભાઈ,એચ.મકવાણા તથા અના. હેડ કોન્સ. ભાવિકભાઈ એલ. ખેર તથા પો.કોન્સ. રમેશભાઈ ડી. કોતર તથા પો.કોન્સ. વિશ્વજીતસિંહ વી. ગોહીલ તથા પો.કોન્સ. ઘનશ્યામભાઈ પી. ખાટરીયા તથા પો.કોન્સ. શૈલેષભાઈ ડી. કામળીયા દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.