દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં આજે ફેમિલી એડોપ્શન પ્રોગ્રામનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એક પરિવારને દત્તક લેવા માં આવશે ચાર વર્ષ સુધી આ દરેક બાબતોનું ધ્યાન રાખશે દાહોદમાં દર વર્ષે 200 વિદ્યાર્થીઓ 200 પરિવારોને દર વર્ષે દત્તક લઈ તે પરિવાર ની કાળજી રાખશે,દાહોદ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ઝાયડસ સિવિલમાં આજે ફેમિલી એડઓપશન પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એડોપ્શન પ્રોગ્રામ મેડિકલ અભ્યાસનો એક ભાગ છે આ પરિવાર એડોપ્શન નું મુખ્ય હેતુ કમ્યુનિકેશન સ્કિલ અને વિશ્વાસ પ્રસ્થાપિત કરવાનો છે તેમજ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિની જાણકારી મેળવવાનો પણ છે આ અભ્યાસ થકી સરકારી આરોગ્ય લક્ષી યોજનાઓની જાગૃતિ માટેનું પણ છે પરિવારના ડેટા ભેગા કરી તેનું વિશ્લેષણ કરવું મુખ્ય અને મહત્વનું હોય પરિવારોની બીમારીઓ અસ્વસ્થ તબિયત અને કુપોષણ વિશે જકાસણી કરી તેનું વિશ્લેષણ કરી તેની સારવાર કરી અને તેમના પરિવારની આરોગ્ય સ્તરે પરિસ્થિતિમાં મોટા પાયે સુધાર લાવી નિરોગી પરિવાર બનાવી તેના થકી ગામ અને શહેર, જિલ્લો રાજ્ય અને દેશ સ્તરે આરોગ્ય લક્ષી આ પ્રોગ્રામ ચલાવી સરકાર સ્વસ્થ ભારતનો હેતુસર કરવાનો છે

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગામમાં જઈ એક વિદ્યાર્થી એક પરિવારને એડોપ્ટ કરે છે અને તે પરિવાર દરેક સભ્યોનું મેડિકલ ચેકઅપ કરે છે અને જેમને જે કોઈ તકલીફ હોય કે બીમારી નું નિદાન થશે તેની સારવાર તેઓ પોતે કરાવશે અને તેમનો વિનામૂલ્ય કેવી રીતે સારવાર અને ક્યાં મળશે અને સરકારની આરોગ્યની કઇ યોજનાઓ છે અને તેમની કેવી રીતે લાભ લેવો જોઈએ આ તમામ વસ્તુઓનું એક વિદ્યાર્થી દરેક દત્તક લીધેલા પરિવાર સાથે એક સભ્ય બની ચાર વર્ષ સુધી આ દરેક બાબતોનું ધ્યાન રાખશે દાહોદમાં દર વર્ષે 200 વિદ્યાર્થીઓ 200 પરિવારોને દર વર્ષે દત્તક લઈ તે પરિવાર ની કાળજી રાખશે, પ્રોગ્રામ દરમિયાન હોસ્પિટલના સીઈઓ, સંજય સીગ, મેડિકલ કોલેજના ડીન સી.બી. ત્રિપાઠી, જનરલ મેનેજર હેતલરાવ સહિત મેડિકલ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં 

સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો -

ક્ષિતિજ કાપડિયા 9408788006