ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.
ગૌતમ પરમાર , પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઇસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન મળેલ હોય, જે અન્વ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ. જી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જી.મારૂ તથા એસ.ઓ.જી.ટીમ, એ.ટી.એસ.ચાર્ટર લગત ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, હડમતિયા ગામની માલણીયા તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં એક ઇસમ ગેરકાયદેસર એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) પોતાના કબ્જામા રાખી ઉભેલ છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય જે અનુસંધાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદૂક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી :-
દેવાતભાઇ સાવજીભાઇ પીંજર ઉ.વ.૫૫, ધંધો.ખેતી, રહે.હડમતિયા, તા.રાજુલા, જિ.અમરેલી.
મજકુર પકડાયેલ ઇસમનાં કબ્જામાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે પકડી પાડેલ,અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ડુંગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ .ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ જી.માંરૂ, તથા હેડ કોન્સ સુરેશભાઇ મેર, તથા પો.કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ તથા મહેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ અમરેલી.