વાવની શ્રી વસિષ્ઠ વિદ્યાલયનું ધોરણ 10નું ઝળહળતું પરિણામ ગત રોજ જાહેર થયેલા ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામ સ્વરૂપે વાવની શ્રી વસિષ્ઠ વિદ્યાલયનું પરિણામ ઉત્કૃષ્ટ રહેવા પામ્યું હતું.જેમાં 10 વિદ્યાર્થીઓ એ A1 77 વિદ્યાથીઓ એ A2 ગ્રેડ મેળવ્યો હતો.પડશાળા એંજલ હિતેશભાઈએ શાળામાં પ્રથમ ક્રમે આવી 94.33 ટકા સાથે 99.98 પી.આર મેળવ્યા હતા.જ્યારે ઋત્વિજ જયેશભાઈ પટેલે 93.82 ટકા તેમજ 99.84 પી.આર મેળવી બીજા ક્રમ મેળવ્યો હતો.તેમજ મિસ્ત્રી શૈવી કમલેશભાઈ એ 93.50 ટકા અને 99.81 પી.આર મેળવી તૃતીય ક્રમ મેળવ્યો હતો.જ્યારે છોડવડીયા બ્રિંદલ અલ્પેશભાઈ નમના વિદ્યાર્થીએ સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 માર્ક મેળવ્યા હતા.શાળાના ઉમદા પરિણામ તેમજ વિદ્યાર્થી ઓએ મેળવેલી સફળતા બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરિયા,ડાયરેકટર વિજયભાઈ ડાવરિયા,રવિભાઈ ડાવરિયા,એજ્યુકેશન એડવાઈઝર ડો.પરેશભાઇ સવાણી તેમજ આચાર્ય મેહુલભાઈ વાડદોરીયાએ અભિનંદન પાઠવ્યા હતા.પ્રથમ ક્રમે આવનાર એંજલના માતા પિતા શું કહે છે.94.33 ટકા મેળવી પ્રથમ ક્રમે આવનાર એંજલના પિતા જીતેશભાઈ એમ્બ્રોઈડરી વ્યવસાય કરે છે.જ્યારે માતા કિરણબેન ગૃહિણી છે.એંજલના પિતાએ પુત્રીની સફળતા વિશે કહ્યું હતું કે જ્યારે એંજલ ને કોઈ મૂંઝવણ હોય ત્યારે જ તેઓ તેની મૂંઝવણનો ઉકેલ દૂર કરતા જ્યારે તેમની માતા કિરણબેનના સહયોગ અને સહકારથી એંજલ સફળતાની મંઝિલે પહોંચી છે.પિતાએ વધુમાં જણાવ્યું હતું કે શાળામાં ચલતા ત્રણ વર્ષીય ફાઉન્ડેશન કોર્ષ અભ્યાસથી પુત્રી એંજલને વધુ લાભ મળ્યો છે.(2) 93.83 ટકા સાથે બીજા ક્રમે આવનાર ઋત્વિજ ના માતા શું કહે છે.સામાન્ય પરિવાર માંથી આવતા અને શાળામાં બીજા ક્રમાંકે આવનાર ઋત્વિજના પિતા નવસારી વિસ્તારની શાળામાં આચાર્ય છે.જ્યારે માતા જિલ્લા પંચયત સંચાલિત શાળામાં શિક્ષિકા છે.પુત્રને ઉત્તમ શિક્ષણ મળી રહે એ તેમણે ઋત્વિજને વતનથી દૂર શાળા નજીક હોસ્ટેલમાં રાખી અભ્યાસ કરાવ્યો.માતા હેમીનાબેન પટેલે જણાવ્યું હતું.કે પુત્ર પોતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા તેના ધ્યેયને વળગી રહે છે.અને ધ્યેય પ્રાપ્ત કરી ને જ રહે છે.(3) 93.50 ટકા સાથે ત્રીજા ક્રમાંકે આવનાર શૈવીના માતા પિતા શું કહે છે.કમલેશભાઈ મિસ્ત્રી ચલથાણ સુગર ફેકટરીમાં ફરજ બજાવે છે.જ્યારે માતા અમીષાબેન ગૃહિણી છે.પિતાએ બીએસસી સુગર ટેક સુધી જ્યારે માતાનો એમ.કોમ સુધીનો અભ્યાસ છે.પિતા કમલેશભાઈએ પુત્રીની સફળતાનો શ્રેય પત્ની અમીષા બેનને આપતા જણાવ્યું હતું.કે શૈવીની અભ્યાસ બાબતે કોઈપણ સમસ્યા હોય માતા તેને દૂર કરી આપતા.રાત્રીના સમયે અભ્યાસ માટે ફાળવેલ કલાકોએ તેમજ શાળામાં ચાલતા ફાઉન્ડેશન કોર્ષના અભ્યાસનો મળેલો મહત્તમ લાભ શૈવીને ઉત્કૃષ્ઠ પરિણામ તરફ દોરી ગયો હતો.