રાજુલા પો.સ્ટેના હિંડોરણા ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ચાર પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૧,૨૩૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

   પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી (કાયદો અને વ્યવસ્થા વિભાગ) ગાંધીનગર તરફથી રાજયમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવુતિ અંકુશમાં લેવાના ઉદેશ્યથી તા.૨૫/૦૫/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી સ્પે.પ્રોહિબિશન-જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય,

જે ડ્રાઇવ અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.જે.ગોહિલ,

નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

                 જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ જે.એન.પરમાર નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા સર્વેલન્સ સ્ટાફ દ્રારા

હિંડોરણા ગામે પ્લોટ વિસ્તારમાં પ્રવિણભાઇની દુકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ચાર પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૧,૨૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપીઓની વિગત-*

(૧) રાજુભાઇ સાદુળભાઇ ભીલ ઉ.વ.૨૩, ધંધો.ડ્રાઇવીંગ,રહે.હિંડોરણા, પ્લોટ વિસ્તાર,

(૨) જયસુખભાઇ રાજાભાઇ કવાડ ઉ.વ.૨૧,ધંધો.ડ્રાઇવીંગ, રહે. હિંડોરણા, પ્લોટ વિસ્તાર,

(૩) મુકેશભાઇ કાળુભાઇ બાંભણીયા ઉ.વ.૨૩, ધંધો.મજુરી,રહે. હિંડોરણા, પ્લોટ વિસ્તાર,(

૪) હિતેષભાઇ વિઠ્ઠલભાઇ કવાડ ઉ.વ.૨૦, ધંધો.મજુરી,રહે. હિંડોરણા, પ્લોટ વિસ્તાર,

*પકડાયેલ મુદામાલની વિગત-* 

(૧) રોકડા રૂ.૧૧,૨૩૦/-

(૨) ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦

               આ કામગીરી રાજુલા પો.સ્ટેના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હિંડોરણા બીટ હેઙ.કોન્સ અનોપસિંહ ગગજીભાઇ સોલંકી તથા પો.કોન્સ. રવિભાઇ બાબુભાઇ વરૂ તથા હરેશભાઇ ભાયાભાઇ વાળાનાઓ દ્રારા કરવામાં આવેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.