પાવીજેતપુર એસએસસી કેન્દ્રનું ૬૭.૫૯ ટકા જ્યારે તાલુકામાં સૌથી વધારે સનરાઈઝ શાળાનું ૯૩.૭૫ ટકા પરિણામ
પાવીજેતપુર એસએસસી કેન્દ્રનું પરિણામ ૬૭.૫૯ ટકા આવ્યું છે જ્યારે તાલુકામાં સનરાઈઝ માધ્યમિક શાળાનું સૌથી વધુ ૯૩.૭૫ ટકા પરિણામ આવવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર હાઇસ્કુલના ૨૮૭ વિદ્યાર્થીઓએ એસએસસીની પરીક્ષા આપી હતી જેમાંથી ૧૬૯ વિદ્યાર્થીઓ પાસ થતા ૫૮.૮૮% પરિણામ આવવા પામ્યું છે. પ્રથમ નંબરે સૈયદ સીફાપરવીન સાજીદઅલી ૫૧૮ ગુણ મેળવી ૮૬.૩૩ %, દ્વિતીય નંબરે રાઠવા મમતાબેન મહેશભાઈ ૪૯૫ ગુણ મેળવી ૮૨.૫૦% , તૃતીય નંબરે રાઠવા નીતિનભાઈ હસમુખભાઈ ૪૮૭ ગુણ મેળવી ૮૧.૧૬ % સાથે પાસ થયા છે. સનરાઈઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના ૩૨ વિદ્યાર્થીઓમાંથી ૩૦ વિદ્યાર્થીઓ પાસ થતા તા ૯૩.૭૫% પરિણામ આવવા પામ્યું છે. પટેલ રિયા આશિષકુમાર ૫૩૫ ગુણ મેળવી ૮૯.૧૬% સાથે પ્રથમ, રાઠવા શ્રેયાબેન રામજીભાઈ ૫૦૭ ગુણ મેળવી ૮૪.૫૦% સાથે દ્વિતીય, બારીયા ધ્રુવીબેન સનતભાઈ ૫૦૩ ગુણ મેળવી ૮૩.૮૩% સાથે તૃતીય નંબરે પાસ થયા છે. ભેંસાવહી હાઈસ્કૂલમાં ૧૪૩ વિદ્યાર્થીઓમાંથી ૧૧૨ પાસ થતાં ૭૮.૩૨% પરિણામ આવ્યું છે. રાઠવા ગીરીરાજકુમાર કિશનભાઇ ૪૫૩ ગુણ મેળવી ૭૫.૫૦ % સાથે પ્રથમ, રાઠવા મીનાક્ષીબેન રૂપસિંગભાઇ ૪૩૯ ગુણ મેળવી ૭૩.૧૬% સાથે દ્વિતીય, રાઠવા સંદીપભાઈ નાનાભાઈ ૪૩૪ ગુણ મેળવી ૭૨.૩૩ % સાથે તૃતીય નંબરે પાસ થવા પામ્યા છે. સિથોલ હાઈસ્કૂલમાં ૧૫૨ વિદ્યાર્થીમાંથી ૧૦૫ પાસ થતા ૬૮.૦૮ % ટકા પરિણામ આવ્યું છે. રાઠવા મોંઘજીભાઈ ગણપતભાઈ ૪૭૯ ગુણ મેળવી ૭૯.૮૩% સાથે પ્રથમ, રાઠવા મોહિતકુમાર સતિષભાઈ ૪૬૧ ગુણ મેળવી ૭૬.૮૩% સાથે દ્વિતીય, રાઠવા ભૂમિકાબેન મહેશભાઈ ૪૫૦ ગુણ મેળવી ૭૫% સાથે તૃતીય સ્થાને પાસ થયા છે. ડુંગરવાંટ હાઇસ્કુલ માં ૭૮ વિદ્યાર્થી માંથી ૪૪ વિદ્યાર્થી પાસ થતા ૫૬.૪૧ ટકા પરિણામ આવ્યું છે. રાઠવા સ્નેહલબેન રાકેશભાઈ ૪૩૪ ગુણ મેળવી ૭૨.૩૩ ટકા સાથે પ્રથમ, રાઠવા સેજલબેન બી. ૪૨૬ ગુણ મેળવી ૭૧% સાથે દ્વિતીય નંબરે પાસ થયા છે. ભીખાપુરા હાઇસ્કુલ ના ૨૨૯ વિદ્યાર્થીઓમાંથી ૧૩૮ વિદ્યાર્થીઓ પાસ થતાં ૬૦.૨૬% પરિણામ આવ્યું છે. રાઠવા રંગીતભાઈ ડી. ૪૮૭ ગુણ મેળવી ૮૧.૧૬% પ્રથમ, પરમાર અદિત્યાસિંહ એન. ૪૭૧ ગુણ મેળવી ૭૮.૫૦% દ્વિતીય નંબરે પાસ થયા છે. કદવાલ હાઈસ્કૂલનું ૫૪.૧૨% પરિણામ આવ્યું છે મકરાની મહંમદફરહાન જે. ૪૧૯ ગુણ મેળવી ૬૯.૮૩ % સાથે પ્રથમ, બારીયા શ્રેયાબેન સી. ૪૧૫ ગુણ મેળવી ૬૯.૧૬% સાથે દ્વિતીય નંબરે પાસ થયા છે. કોહીવાવ આશ્રમશાળા નું ૮૦.૪૯ ટકા પરિણામ આવ્યું છે. રાઠવા હિમાનીબેન જી. ૪૪૭ ગુણ મેળવી ૭૪.૫૦ સાથે પ્રથમ, રાઠવા સેજલબેન નગીનભાઈ ૪૩૪ ગુણ મેળવી ૭૨.૩૩% સાથે દ્વિતીય નંબરે પાસ થયા છે.