ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું આજરોજ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ નગરની વિવિધ શાળાઓમાં ભણતા હાલોલના મુસ્લિમ સમાજના બાળકોએ પણ SSC બોર્ડની પરીક્ષામાં મેદાન મારી અભ્યાસ ક્ષેત્રે   ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી હાલોલ મુસ્લિમ સમાજ સહિત પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કરી ગૌરવ અપાવ્યું હતું  જેમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં હાલોલ નગરના મોહમ્મદી સ્ટ્રીટ ખાતે રહેતા ફિરોજભાઈ બાગવાલાની પુત્રી ફલક ફિરોજભાઈ બાગવાલાએ 97.59 પર્સન્ટાઈલ રેન્ક પ્રાપ્ત કરી હાલોલની ધી.એમ.એસ. હાઇસ્કુલ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો જેને લઈને સ્કૂલના આચાર્ય શિક્ષકો સહિત સ્કૂલ સ્ટાફ અને પરિવારજનો તેમજ સમાજમાં ગૌરવની લાગણી સાથે ખુશી વ્યાપી ગઇ હતી  જ્યારે મોઘાવાળામાં રહેતા  જાવીદભાઈ પતરાવાળાના પુત્ર મહંમદ અર્શ જાવીદભાઈ પતરાવાળાએ 95.88 પર્સન્ટાઈલ રેન્ક મેળવી મુસ્લિમ સમાજ શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું હતું જ્યારે મોહમ્મદ જીયાદ મુસ્તાક દુરવેશે 93.15 પર્સન્ટાઈલ રેન્ક મેળવી પોતાના પરિવાર પોતાની શાળા તેમજ મુસ્લિમ સમાજને ગૌરવ અપાવતી સિદ્ધિ હાસિલ કરતા આ ત્રણેય વિદ્યાર્થીઓ સહિત ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને હાલોલ મુસ્લિમ સમાજના આગ્રણીઓ તેમજ યુવાનો અને તેઓના પરિવારજનો શાળા સ્ટાફે અનેકો અનેક શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.