રાજુલામાંથી ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, મહુવા પોલીસ સ્ટેશનનો મોબાઈલ ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હાઓનાં ભેદ ઉકેલવા
અમરેલી એલ.સી.બી.
ટીમ ગઇ કાલ તા.૧૯/૦૫/૨૦૨૩ નાં રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય,
જે દરમ્યાન રાજુલા, બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી, મજકુર ઇસમ પાસે આધાર પુરાવા વગરનો મોબાઇલ ફોન મળી આવતા,
જે અંગે પુછ પરછ કરતા આ મોબાઇલ ફોન આજથી એકાદ મહીના પહેલા મહુવા તાલુકાના નેસવડ ગામે ડુંડાસ ચોકડી પાસેથી ચોરી કરેલાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
હુસેનભાઇ મીરભાઇ ગાહા, ઉ.વ.૪૫, રહે.ડુંગર, તા.રાજુલા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રેડમી કંપનીનો નોટ ૧૧ પ્રો. પ્લસ મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૨૧,૦૦૦/-
→ પકડાયેલ આરોપીએ ચોરી કરેલ મોબાઈલ ફોન અંગેની વિગતઃ-
આ કામના આરોપીએ આજથી એકાદ મહિના પહેલા મહુવા તાલુકાના નેસવડ ગામ પાસે, ડુંડાસ ચોકડીએથી એક ટ્રકમાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય,
જે અંગે મહુવા ૧૧૧૯૮૦૩૫૨૩૦૫૦૬/૨૦૨૩ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ છે. પો.સ્ટે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા તથા પો.કોન્સ.લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, વિનુભાઇ બારૈયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.