રાજકોટના જસદણથી અમદાવાદ આવતા એક મહિલા નારોલ જવા માટે એક રિક્ષામાં બેઠા હતા ત્યારે રસ્તામાં ઉતરતી વખતે તેઓ રિક્ષામાં પોતાનો સામાન ભૂલી ગયા હતા. આથી મહિલા ચિંતામાં મૂકાયા હતા અને નારોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી શહેરના નારોલ, નરોડા, શ્યામલ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં તમામ રિક્ષાચાલકોનો સંપર્ક કરી માત્ર 24 કલાક દરમિયાન જ મહિલાનો સામાન શોધી પરત કરી સરાહનીય કામગીરી કરી હતી. 

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

2 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના હતા

નારોલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, એક મહિલા પોલીસ સ્ટેશન આવ્યા હતા. તે ખૂબ જ ચિંતામાં હતા. આથી પૂછતા મહિલાએ જણાવ્યું હતું કે, તેમનું નામ ભારતીબેન છે તેઓ જસદણથી અમદાવાદ આવ્યા હતા અને નરોલ તરફ આવવા રિક્ષામાં બેઠા હતા. પરંતુ, રસ્તામાંથી ઉતરતી વખતે તેઓ રિક્ષામાં જ પોતાનો સામાન ભૂલી ગયા છે. આ સામાનમાં રૂ. 2 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ હતા. 

રિક્ષાચાલકે પણ ઈમાનદારી બતાવીને પોલીસની મદદ કરી

આથી પોલીસે મામલાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને શહેરના વિવિધ વિસ્તાર જેમ કે નારોલ, નરોડા, શ્યામલ ચાર રસ્તા, અસલાલીમાં તપાસ કરી હતી. રિક્ષાચાલકોનો સંપર્ક કરતા એક કડી મળી હતી, જેમાં એક રિક્ષાચાલક પાસે આવું જ એક પોટલું હતું, જેના વિશે મહિલાએ જણાવ્યું હતું. પોટલાની તપાસ કરતા મહિલાએ કીધેલી વસ્તુઓ મળી આવી હતી. ત્યાર બાદ આ સામાન મહિલાને સુપ્રત કરવામાં આવ્યો હતો. રિક્ષાચાલકને પણ આ વસ્તુ કોની છે તે વિશે જાણ ન હોવાથી પોતાના ઘરે સાચવીને રાખી હતી. રિક્ષાચાલકે પણ પોતાની ઈમાનદારી બતાવીને પોલીસની મદદ કરી હતી. જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સરાહનીય કામગીરી કરી હતી.