દિયોદર-જેતડા હાઇવે પર જાડા ગામ નજીક ટાવેરા ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટાવેરા અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત ત્રણ લોકો ઘયાલ થતા સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો ના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે દિયોદરના રામપુરા ગામનો પરિવાર રિક્ષામાં ચમનપુરા જઈ રહ્યો હતો, જે દરમિયાન દિયોદર જેતડા હાઇવે પર જાડા ગામ નજીક રિક્ષા અને ટવેરા ગાડી વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એકનું મોત નીપજ્યું હતું અને ત્રણ જેવા લોકો ઘાયલ થયા હતા. બનાવના પગલે સ્થાનિક લોકો દોડી પહોંચી પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.