ડીસા (મેરૂજી પ્રજાપતિ)

તા. ૨૪/૦૫/૨૦૨૩ ના રોજ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા તત્પર રહી વારંવાર આકસ્મિક તપાસ હાથ ધરી છે ત્યારે આજ રોજ બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વાની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી જીગર એમ. ઠક્કર, માઈન્સ સુપરવાઇઝર શ્રી જય ડી.પટેલ, શ્રી નૂરઅહેમદ ખાન ખોખર અને ટીમના સભ્યો દ્વારા વહેલી સવારે ખાનગી વાહનમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઝાત (ભાડલી) વિસ્તારમાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની ચોરીમાં સંડોવાયેલ ૫ ટ્રક તથા ૬ ટ્રેક્ટર પકડી પાડવામાં આવેલ. જેને લઈ ખનિજ ચોરી કરતા તત્વોમાં સોપો પડી જવા પામેલ છે.કુલ રૂ ૧.૫ કરોડનો મુદ્દા માલ જપ્ત કરી ભૂસ્તરશાસ્ત્રીની કચેરી બનાસકાંઠા દ્વારા આગળની દંડકિય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.