ડીસા શહેર માં જૂના બસ સ્ટેન્ડ પાસે રોંગ સાઈડમાં આવતાં બાઈક ચાલક કાર ની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માત માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક સવાર બે યુવકો ને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા..
ડીસા માં જૂના બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન કરતા બાઈક ચાલક ને અકસ્માત નડ્યો હતો, શહેર ના ભરચક વિસ્તાર માં રોંગ સાઈડમાં થી એનઆર માર્કેટમાં જતા બાઈક ચાલક ને પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો..
અકસ્માત માં બાઈક સવાર બે યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી, ઘટના ને સમયે આજુ બાજૂ ના લોકો ટોળા એકઠા થઈ ગયા હતા..
અકસ્માત ને પગલે દોડી આવેલા લોકોએ રાહત કામગીરી શરૂ કરી હતી, ઈજાગ્રસ્ત બંને યુવકો ને સારવાર અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા..
અકસ્માત માં બાઈક અને કાર જોરદાર ધડાકાભેર ટકરાતા બાઈક નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે બાઈક સવાર બે લોકો ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે..