ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. શહેર દક્ષિણ પોલીસે જુગારના સાહિત્ય સહિત પાંચ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ કરી છે.

ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે રેલવેસ્ટેશન વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની માહિતી આધારે દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ઠાકોરવાસમાં તપાસ કરતા ખુલ્લામાં તીનપતિનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાઇ ગયા હતા.

શહેર દક્ષિણ પોલીસે જુગાર રમતા અલગ અલગ વિસ્તારમાં રહેતા મોહસીમ ભટ્ટી, નગીન પટણી, ચેતનજી ઠાકોર, હરેશ માળી અને રાજુ ઠાકોરની અટકાયત કરી છે. જ્યારે તેમની પાસેથી જુગારનું સાહિત્ય અને 15 હજારની રોકડ રકમ કબજે કરી છે તેમજ તમામ ઝડપાયેલા શખ્સો સામે જુગરધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.