આ રેલીમાં ઉપસ્થિત મહાનુભાવોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રણવીરભાઈ પટેલિયા, રાષ્ટ્રીય મહાસચિવ અશોકભાઈ શર્મા, રાષ્ટ્રીય મહા સંગઠનમંત્રી રામશંકર મિશ્રાજી,રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ પુથ્વીરાજ યાદવ, અને ગુજરાત ની ટીમ માંથી મહંત શિવાનંદજીબાપુ, અને સાથે એમને સાધુ સંતોની ટીમ અને હિતેશભાઈ મોદી,ગુજરાત પ્રદેશ સંવાદ દાતા,ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ જીમ્મીભાઈ, હિન્દુ કૈલાસબેન પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ, જીગ્નેશભાઈ પટોડીયા,ગુજરાત પ્રદેશ મહાસચિવ વંદનાબેન ચૌહાણ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સાથે અમદાવાદની ટીમ અને અમદાવાદ મહિલા મોરચાની ટીમ પણ ફૂલ સહયોગ આપીને આ ભવ્ય કેસરિયા ક્રાંતિ રેલી સફળ બનાવી હવે આગામી સમયમાં બજરંગ સેના આખા ગુજરાતની અંદર હિન્દુત્વ માટેના મોટા મોટા આયોજન અને કાર્યો કરવાની છે અને સાથે સાથે અમદાવાદની અંદર આપણું ગુજરાત પ્રદેશ કાર્યાલયનો પણ શુભારંભ થઈ ગયો તો હવે બજરંગ સેના મેદાનમાં ગુજરાતમાં ઉતરી છે તો દરેક લોકો આ સંગઠનમાં જોડાય અને સહયોગ આપે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.