સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા એક કોમ્પલેક્સના ઉપરના માળે 6 રૂમમાં દેહવેપારનો ધંધો ચાલતો હતો. ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા એક કોમ્પલેક્સમાં હીરોના શો રૂમની ઉપરના માળે 6 રૂમમાં બહારથી રૂપ લલનાઓ બોલાવીને તેમની પાસે દેહવેપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો હતો.જે અંગે બાતમી મળતા સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન બે પુરુષો મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપાયા હતા. દેહ વેપાર કરાવનારા અને ગ્રાહક મળીને કુલ પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમોલી ઉર્ફે અનીલ રોજાસરા (ચોટીલા) અને ભરત ઉકાભાઇ શેખ (ચોટીલા) નામના શખ્સો રૂપલલનાઓને બોલાવીને ધંધો કરાવતા હતા.જ્યારે મહેશ ભૂપત ખાચર ( રહે-કુંઢડા, તા. ચોટીલા ) નામનો શખ્સ પોતાના જાણીતા વ્યક્તિઓને ગ્રાહક તરીકે લાવતો હતો અને કમિશન મેળવતો હતો. અને રાહુલ પ્રેમજીભાઇ વાઘેલા (ચોટીલા) અને નિમીશ કીશોરભાઇ મજીઠીયા (ચોટીલા)ની અટક કરી ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યા હતા. તો અન્ય એક શખ્સ જીવણ નાગજીભાઇ મકવાણા (ચોટીલા)ને વોન્ટેડ જાહેર કરાયો છે. જેણે પોતે આ જગ્યા ભાડે લઈને આરોપીઓને દેહવેપારનો ધંધો કરાવવા માટે આપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ જગ્યા કોની માલિકીની છે ? તે અંગે પોલીસે કશો ફોડ પાડ્યો નથી. દેહ વ્યાપારના ધંધામાં કોઈ રાજકીય ઓથ હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યાં દેહવેપાર ચલાવવામાં આવતો હતો.હાલ તો આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂ. 25010, કોન્ડોમ નંગ- 77 મોબાઈલ નંગ- 6 કિંમત રૂ. 30,000 અને વાહનોમાં ડસ્ટર, બુલેટ અને સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂ. 3,80,000 મળીને કુલ રૂ. 4,35,010નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ વી.વી.ત્રિવેદી, પેરોલ ર્ફ્લો સ્કોવડના મહિલા પીએસઆઇ સી.એ.એરવાડીયા, રૂતુરાજસિંહ, નિકુલસિંહ, વાજસુરભા, જુવાનસિંહ, ભુપેન્દ્રકુમાર સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.