સુરેન્દ્રનગર જીલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. અને રૂ. 45 લાખનો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 2 ગેરકાયદેસર વોશ પ્લાન્ટ, 2 લોડર મશીન, 2 ડમ્પર, સાદી રેતી સહિત અંદાજે રૂપિયા 45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે ખનન ઉપર ખનીજ ચોરી ઉપર તંત્ર દ્વારા રેડો કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ઉમરડા, ધ્રાંગધ્રા તાલુકાના કુડા ચોકડી અને લીંબડી તાલુકાના બોડિયા ગામની ભોગાવો નદીમાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા 2 ગેરકાયદેસર વોશ પ્લાન્ટ, 2 લોડર મશીન, 2 ડમ્પર, સાદી રેતી સહિત અંદાજે રૂપિયા 45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખાણ ખનીજ વિભાગની છેલા 8 દિવસમાં મોટી કાર્યવાહીથી ભૂમાફિયાઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.