થરાદ પોલીસે એક સ્વીફ્ટ ગાડી માંથી દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસ સ્ટાફ થરાદ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન હેલ્મેટ બ્લેક ફિલ્મ સીટબેલ્ટ ની કામગીરી કરી રહ્યા હતા..

જે સમય દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી આવતા પોલીસે બાતમી હકીકત ના આધારે તેને રોકાવી ગાડી તપાસ કરતા ગાડીમાંથી મોટી પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે દારૂ સહિત કુલ મુદ્દામાલ 3 લાખ 78 હજાર થી વધુનો કબજે કરી બે ઈસમો ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓ એ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા થરાદ પોલીસ સ્ટેશન નો સ્ટાફ થરાદ વિસ્તારમાં વાહન ચકીંગ દરમ્યાન હેલ્મેટ તેમજ બ્લેક ફીલ્મ શીટ બેલ્ટ ની કામગીરી દરમ્યાન એક સ્વીફ્ટ GJ - 02 - CA - 9913 ગાડી તપાસ કરતા પોલીસ ને દારૂ મળી આવતા ડ્રાઇવર અને બાજુમાં બેઠેલા ઈસમને પોલીસે અટક કરી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ 1116 સહીત કુલ મુદ્દામાલ સાથે ચાલક પીરમહમદ ઉસ્માનશા સાઈ રહે સેડીયા સાચોર રાજસ્થાન તેમજ સગથાભાઈ મેવાભાઇ રબારી રહે પાંચલા સાચોર જાલોર રાજસ્થાન વાળાઓ ને ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં ખાતે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..