પાલનપુરના કુબેર નગર સોસાયટીના નાકા પર ત્રણ ઈસમો એક વેપારી પાસેથી રોકડ રકમ ભરેલું બેગ લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેથી વેપારીએ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટના ચાર આરોપીઓને ગઠામણ હાઇવે રોડ ઉપરથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તેમજ તમામ આરોપીઓને પશ્ચિમ પોલીસ સ્ટેશને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાલનપુરની અક્ષતમ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ગોરધનભાઇ માંડીયા ગત તારીખ 13 / 05 / 2023ના રોજ રોકડ રૂપીયા ભરેલી બેગ તેમના જુપીટર ઉપર લઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન રાત્રીના 9 વાગ્યે આજુબાજુ કુબેરનગર સોસાયટીના નાકે ત્રણ અજાણ્યા માણસો બાઇક ઉપર આવી વેપારી પાસેથી રોકડ ભરેલી બેંગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેથી ભાવેશભાઈએ પાલનપુર શહેર પશ્ચિમ મથકે ફરીયાદ નોંધાવી હતી.

જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફ ચેકીંગમાં હતો. ત્યારે બાતમી હકીકત મળી કે, શંકાસ્પદ ચાર ઈસમો ગઠામણ ગામ તરફથી ગઠામણ પાટિયા હાઇવે રોડ તરફ કાળા કલરની બેગ લઈ આવી રહ્યા છે, જે હકીકત આધારે એલ.સી.બી પોલીસે ચારેય ઈસમોને કોર્ડન કરી તપાસ કરતા તેઓની પાસેથી ભાવેશભાઈની લૂંટ કરેલી બેગ મળી હતી. જેમાં રોકડ રકમ 84,030 હતા. જે મુદ્દામાલ ઝડપી પોલીસે પુછપરછ કરતા ચારે ઈસમોએ એક બીજાની મદદગારી કરી લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. નેત્રમ ટીમની મદદ મેળવી વધુ તપાસ અર્થે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ચારેય ઈસમોને સોંપી આંગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ

રાજુજી ગેનાજી ઠાકોર, રહે આકેસણ રોડ ઉપર લાલીયા તળાવ પાલનપુર

સિધ્ધરાજસિંહ રૂપસંગજી ઠાકોર, રહે ઠાકોરવાસ ડાભીયા સુણોક ઉંઝા

મહેન્દ્રસિંહ રણાજી પરમાર, રહે ગઠામણ ગામ, પાલનપુર

ટીનાજી ચતુરજી ઠાકોર