રવિવારે સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ, ભાવનગર ના સહયોગથી જમીઅતે ઉલમા એ હિન્દ સિહોર દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ૫૬ રક્તદાતાઓએ રક્તદાન કર્યું.
મુહમ્મદ પયગંબર સાહેબે ફરમાવ્યું છે કે, "લોકોમાં સર્વશ્રેષ્ઠ તે છે જે લોકોને ફાયદો પહોંચાડે."
આ કેમ્પને સફળ બનાવવા જમીઅતે ઉલમા એ હિન્દ સિહોરનાં કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
અંતમાં જમીઅત ઉલમા એ હિન્દ સિહોર પરિવાર તમામ રક્તદાતાઓનો હ્રદયપૂર્વક આભાર માને છે. આ રક્તદાન કોઈ જરૂરતમંદ દર્દીનો જીવનદીપ ફરી પ્રજ્જવલિત કરવામાં ઉપયોગી બની રહેશે. આપ ભવિષ્યમાં પણ નિયમિત રીતે રક્તદાન કરતા રહો તથા અન્યોને માટે પણ આદર્શરૂપ બની સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા રહો એવી આશા વ્યકત કરીએ છીએ. મહાન પરવરદિગાર આપને તથા આપના પરિવારને તંદુરસ્તી બક્ષે એવી શુભકામના.