સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં 3 બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. ત્રણેય કિશોરો ગરમીના કારણે ન્હાવા માટે ડેમમાં પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ધોળી ધજા ડેમે દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી કરી હતી. જોકે, રાત પડતાં શોધખોળ બંધ કરાઇ છે. વહેલી સવારે ફરી શોધખોળ કરાશે. મહત્વનું છે કે, સૌની યોજનામાં ડેમ પાણી પૂરો પાડતો હોવાના કારણે ડેમની સપાટી 18 ફૂટે ભરેલી છે.ડેમ પાસેથી કિશોરોના ટુવ્હિલર ડેમ પાસેથી મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ તેજસ, શ્રેય અને મહેશ નામના બાળકો સહિત અન્ય બે બાળકો પોતાના એક્ટિવા લઇને ડેમમાં ન્હાવા માટે આવ્યા હતા અને ડૂબી ગયા છે. બાકીના બે કિશોરો જણાવે છે કે, અમે પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રો નહાવા પડ્યાં એ ત્રણેય મિત્રો ડેમમાં ડુબી ગયા હતા. અમે બંને બહાર બેસીને મોબાઇલમાં વીડિયો ગેમ રમતા હતા. ડુબેલા ત્રણ મિત્રોમાંથી એકના પિતા આર્મીમાં છે.રાત પડી ગઇ હોવાથી અને ડેમ સૌની યોજનામાં પાણી છોડાતા 18 ફૂટ પાણી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ ઓપરેશન જોખમી હોવાથી પડતું મૂકીને બહાર નિકળી ગયા છે અને વહેલી સવારથી ફરી ઓપરેશન શરૂ કરવામાં આવશે. હાલતો ડુબેલા ત્રણેય યુવાનોના પરિવારજનોના રોકકડ અને આક્રંદથી વાતાવરણમાં ગમગિનીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ સહિત લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.