બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગ ની ટીમે સપાટો બોલાવ્યો છે..
ડીસા ના રાણપુર પાસે બનાસ નદી માંથી મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે..
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા માં છેલ્લા ઘણા સમય થી ખનીજ ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, અને ખનીજ માફિયાઓ પણ બેફામ બન્યા હોવાની વારંવાર ફરિયાદો ને પગલે ભૂસ્તર વિભાગ સતર્ક બન્યું હતું..
તે દરમિયાન ગત મોડી રાત્રે ડીસા પાસે બનાસ નદી માંથી અડધી રાત્રે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળતા જ ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે અલગ અલગ બે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી..
વાઘરોળ તેમજ દાંતીવાડા કોલોની પાસેથી સાદી રેતી ભરીને જતા ટ્રેલર રોકાવી તપાસ કરતા એક ટ્રેલર માં રોયલ્ટી પાસ કરતા ત્રણ ટન રેતી વધુ ભરેલી હોવાનું જણાયું હતું..
ત્યાર બાદ આ અંગે વધુ તપાસ માટે ભૂસ્તર શાસ્ત્રી મધરાત્રે રાણપુર પાસેથી પસાર થતી બનાસ નદીમાં ઉતરી તપાસ કરતા રોયલ્ટી વાળા રેતી ભર્યા વગરના પાંચ ટ્રેલર મળી આવ્યા હતા..
જ્યારે નદી માં લીઝ વિસ્તારમાં પડેલ ત્રણ હીટાચિ મશીન ની પણ તપાસ હાથ ધરી હતી, જે માંથી એક મશીન અને 5 ડમ્પર જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે સોંપ્યા હતા..
મોડી રાત સુધી ભૂસ્તર વિભાગ અને તેમની ટીમ રોકાઈ હાજર લોકોના જવાબો લીધા હતા..
તેમજ આજે ફરી વહેલી સવાર થી ભૂસ્તર વિભાગ ની ટીમ રાણપુર નદી પહોંચી લીઝોની માપણી કરી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી..
આ મામલે ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે જણાવ્યું હતું કે, મોડી રાત્રે ચેકીંગ દરમિયાન રાણપુર પાસે થી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે, જેમાં પાંચ ટ્રેલર અને એક હિટાચી મશીન જપ્ત કર્યા છે..
જ્યારે આજે તમામ લીઝની માપણી કરી તપાસ કર્યા બાદ ડમ્પર માલિકો અને લીઝ માલિકને દંડ ફટકારવામાં આવશે..