ડીસા (મેરૂજી પ્રજાપતિ)

સરકારની રોયલ્ટી ચોરી અટકાવવા કટિબદ્ધ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા રોયલ્ટી પાસ કરતા વધુ ગ્રેનાઇટ ખનીજ વહન કરતા બે વાહનો ઝડપી દંડનિય કાર્યવાહી હાથ ધરેલ હોવાનું જાણવા મળેલ છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ભૂસ્તર શાસ્ત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ. તા-૨૦/૦૫/૨૦૨૩ ના રોજ સાંજે૬ કલાકે રોયલ્ટીપાસ કરતા વધુ ગ્રેનાઈટ ખનીજ વહન કરતા બે ટ્રેલરો પકડી પાડી કુલ ૪૦ લાખ નો મુદામાલ જપ્ત કરાયેલ છે. મલાણા પાટિયા પાસે સાધન ચેકિંગ હાથ ધરી અવરલોડ ગ્રેનાઈટ વહન કરતા વાહનોની પૂછપરછ કરતાં બે ટ્રેલરો રોયલ્ટી પાસ કરતા વધુ ગ્રેનાઈટ ખનીજ નું વહન કરતા હોવાનું માલુમ પડતાં સદર વાહન જપ્ત કરી કુલ-૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડનિય કાર્યવાહી હાથ ધરેલ છે.