*ડીસા ભારત રત્ન નાનાજી દેશમુખ ગાર્ડન આગળ આમ આદમી પાર્ટી દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું.*
ડીસામાં વિવાદિત નાનાજી દેશમુખ ગાર્ડન હાઈકોર્ટેના આદેશ બાદ આજે પાલિકા દ્વારા ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે ત્યારે ફરીથી નાનાજી દેશમુખ ગાર્ડનને કોઈ વિધ્ન ન આવે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ બગીચાના લોકાર્પણ પહેલાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ઉતર ગુજરાત ઝોન. ડો રમેશભાઈ પટેલ , ડીસા નગર પાલિકા સદસ્ય અને આપ લોકસભા પ્રમુખ વિજયભાઈ દવે, એડવોકેટ સુભાષભાઈ ઠક્કર ,એડવોકેટ મુસતિક મેમન ,એડવોકેટ આર કે ચૌહાણ કમલેશભાઈ ઠક્કર રવિભાઈ દેવાની, હાદીકભાઈ ઠક્કર ,તેજાભાઈ દેસાઈ,અલ્પેશભાઈ દેસાઈ,જીજ્ઞેશભાઈ દેસાઈ સંજયભાઈ દેસાઈ બાઈવાડા ,નવીનભાઈ પરમાર,ભવનજી ઠાકોર સહિત આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમુહ માં શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરી આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજી ને પ્રાથના કરી હતી. સત્તાધીશો ને સદબુદ્ધિ આપે તેમજ આજે ફરીથી ચાલું થતાં નાનાજી દેશમુખ ગાર્ડનને કોઈ વિધ્ન ન આવે તેવી પ્રાથના કરવામાં આવી હતી સાથે સાથે નાનાજી દેશમુખ ગાર્ડન ચાલું થતાંની સાથે કોઈ અસમાજીક તત્વો ધુસી ન જાય તેમજ બગીચામાં આવતાં સહેલાઈઓ માટે ફરજિયાત પોલીસ પોઈન્ટ મુકવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ભાજપ શાસિત ડીસા પાલિકા દ્વારા બે કરોડના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો હતો જે બાદમાં અંદરો અંદર વિવાદ ઊભો થતાં નાનાજી દેશમુખ ગાર્ડન પર સ્ટે આવી જતાં બગીચો છેલ્લા ત્રણ વર્ષથી બંઘ પડેલ હતો અને બાદમાં બગીચામાં આગ લાગતાં બગીચો વિરાન બની જવા પામ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના ડીસા શહેર પ્રમુખ એડવોકેટ સુભાષભાઈ ઠક્કર અને ડો રમેશભાઈ પટેલ સહિત એડવોકેટ મુસતિક મેમન દ્વારા જિલ્લા કલેક્ટર થી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં બગીચો ચાલું ના કરાતાં ત્રણેય અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરાતાં હાઈકોર્ટે દ્વારા તાજેતરમાં નાનાજી દેશમુખ ગાર્ડન ચાલું કરવાનો પાલિકાને હુકમ કરાયો હતો અને પાલિકા દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનને ફરીથી રીનોવેસન કરવામાં આવ્યો હતો બાદમાં પણ નાનાજી દેશમુખ ગાર્ડન ચાલું ના કરાતાં અરજદાર આપ ના સુભાષભાઈ ઠક્કર અને મુસ્તકીમ મેમણ દ્વારા હાઈકોર્ટના આદેશ ની અવગણના કરવા બદલ ડીસા પાલિકાને કોર્ટ ઓફ કંટેમ્પટની નોટીસ ફટકારી હતી બાદમાં પાલિકાના સત્તાધીશો હરકતમાં આવ્યા હતા અને શનિવારે સાંજે 6 વાગે નાનાજી દેશમુખ ગાર્ડન શહેરજનો માટે ખુલ્લો મુકવાની પાલિકા દ્વારા જાહેરાત કરવાની ફરજ પડી છે ત્યારે વિવાદિત નાનાજી દેશમુખ ગાર્ડનને ફરીથી લોકાર્પણ બાદમાં કોઈ વિધ્ન ન આવે તે માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા સવારના પહોરમાં શનિવાર હોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો અને હનુમાનજી ને પ્રાથના કરવામાં આવી હતી સાથેસાથે
આપના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા બગીચા આગળ પોલીસ પોઈન્ટ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..
અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા