બનાસકાંઠા જિલ્લાના થરાદ ખોડા પોસ્ટ પરથી પોલીસે એક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી..

થરાદ પોલીસ ને મળેલી બાતમી મેં હકીકત ના આધારે રાજસ્થાન તરફ થી આવતા શંકાસ્પદ ટ્રકને રોકાવી પોલીસે ચેક કરતા ટ્રકમાં થી પોલીસ ને મોટી માત્રામાં દારૂ મળી આવતા એક ઈસમ ની અટકાયત કરી બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓ એ જીલ્લામાં પ્રોહી જુગાર ની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોય,

થરાદ પોલીસ ખોડા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન બાતમી હકીકત આધારે સાંચોર બાજુ થી બાતમી હકીકત વાળી ટ્રક GJ12 -AT -6249 આવતા પોલીસ તેને રોકાવી ચેક કરતાં તેમાં પાવડર ના કટ્ટાની નીચે થી ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની પેટીઓ મોટી માત્રા માં મળી આવી હતી..

પોલીસે તેનો કબ્જો લઈ બિયર ની 59 પેટીઓ 1415 જેટલી બોટલો મળી આવી હતી..

જે ગાડી સહિત કુલ મુદ્દામાલ કબ્જે કરી ગાડી ના ચાલક હેમારામ વાલારામ જાટ જાખડ રહે, દિનગઢ ચૌહટણ બાડમેર રાજસ્થાન વાળો પ્રોહી જથ્થા સાથે ઝડપી પાડી તેના વિરૂદ્ધ તેમજ દારૂ ભરવનાર કાનારામ જાટ રહે , કકરાલા સેડવા બાડમેર રાજસ્થાન વાળાઓ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ નો ગુનો દાખલ કરી થરાદ પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..