ડીસા માં આજે ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની ટીમે દરોડા પાડ્યા હતા..

જીઆઇડીસી વિસ્તાર માં આવેલી બે અલગ અલગ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ તપાસ હાથ ધરી હતી..

ડીસા માં છેલ્લા ઘણા સમય થી ખાદ્ય ચીજ વસ્તુઓ માં મોટા પાયે ભેળસેળ થતું હોવા ની ફરિયાદ ઉઠી હતી.. 

તેમજ જાગૃત નાગરિકોએ પણ ફરિયાદ કરતા ફૂડ એન્ડ વિભાગ ની ટીમે આજે ફરી એકવાર ડીસા ની જીઆઇડીસી વિસ્તારમાં આવેલી તેલની ફેક્ટરીઓ માં દરોડા પાડ્યા હતા..

જેમાં અમર ઇન્ડસ્ટ્રીઝ અને અણધડેશ્વર ઓઇલ મિલ માં તપાસ હાથ ધરી હતી..

ડીસા વિભાગ ના ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકા ચૌધરી તેમજ તેમની ટીમે ફેક્ટરીઓ માં દરોડા પાડી અલગ અલગ શંકાસ્પદ તેલ ના સેમ્પલ લીધા હતા.. 

તેમજ ફેક્ટરીમાં બનતા તેલની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું..

અત્યારે લીધેલા સેમ્પલ તપાસ અર્થે સરકારી લેબમાં મોકલી આપવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ તેલની ફેક્ટરીના માલિકો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસ થી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની ટીમ સપાટો બોલાવી રહ્યું છે..

ફૂડ વિભાગ ની વારંવાર તપાસ થી અન્ય ભેળ સેળીયા વેપારીઓ માં પણ ફફડાટ ફેલાયો છે..