ભાવનગર રેન્જ આઇ.જી.પી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂ-જુગારની બદિ દૂર કરવા પ્રોહિ-જુગાર કેસો કરવા સુચના આપેલ હોય,
તેમજ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જીલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે નાયબ પોલીસ અધિષક્ષક જે.પી.ભંડારી અમરેલીનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.
અમરેલી તાલુકા પો.સ્ટે. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર પી.બી.લકકડ નાઓની રાહબરી હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમી હકિકત આધારે અમરેલી લાઠી ચોકડી બાયપાસ પાસેથી ત્રણ ઇસમને
આઇ.પી.એલ. ૨૦૨૩ની “હૈદરાબાદ ગુજરાત” વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ પોતાના એન્ડરોઇડ ફોનમાં ગુગલ ક્રોમમાં DIAMOND EXCH નામની વેબસાઇટ મારફતે ક્રિકેટ મેચનો સટ્ટો રમતા કુલ ૩ ઇસમોને રોકડા રૂપીયા.૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી
તેઓના વિરૂધ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :-
(૧) ટીપુસુલતાન તોફીકભાઇ ગીગાણી ઉ.વ.૩૩, ધંધો.વેપાર,રહે.અમરેલી, સરદાર ચોક,બી.કે.ટાંકના ડેલા પાસે, તા.જી.અમરેલી,
(૨) સાહીલભાઇ રફીકભાઇ ડબ્બાવાલા ઉ.વ.રર, ધંધો.વેપાર, રહે.અમરેલી, ચાંદની ચોક,શ્યામ બેકરી પાસે, તા.જી.અમરેલી,
(૩) સાજીદભાઇ ઓસમાનભાઇ લાખાણી ઉ.વ.૩૨, ધંધો.ડ્રાઇવીંગ, રહે.અમરેલી, ચાંદની ચોક શ્યામ બેકરી પાસે, તા.જી.અમરેલી,
ગુન્હામાં પકડવાનો બાકી આરોપીની વિગત :-
(૪) સાજીદભાઇ કચરા રહે.અમરેલી, બટારવાડી, તા.જી.અમરેલી,
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.