પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં એલસીબીના ભમરસિંહ અને અરવિંદભાઈ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કવિઠા ગામે રહેતા પરેશભાઈ અશોકભાઈ પટેલ તથા અશોકભાઈ ઉર્ફે ડામર શંકરભાઇ પટેલે નિહાલીથી જતા રસ્તા ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારી સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે છાપો મારતા કુલ બોટલ ૧૯૨૦ મળી ૨,૦૪,૦૦૦ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો દારૂની હેરાફેરી કરનાર પરેશ અશોકભાઈ પટેલ તથા અશોક ઉર્ફે ડામર શંકરભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહુવા તાલુકાના નિહાલી ગામે છાપો મારી એલસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૧૯૨૦ મળી કુલ ૨,૦૪,૦૦૦ ઝડપી પાડ્યો હતો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/05/nerity_776f6e34679581033c7a9c084216ca1a.jpg)