આરોગ્ય સુવિધામાં વધારો: બનાસકાંઠા જિલ્લામાં 8 આરોગ્ય કેન્દ્રોના નવીન મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે જિલ્લામાં વિવિધ જગ્યાએ કાર્યરત 8 જેટલાં આરોગ્ય કેન્દ્રના નવિન મકાનોનું લોકાર્પણ કરવામાં આવતા આરોગ્યની સુવિધામાં વધારો થયો છે. આ મહિને આરોગ્યના 8 મકાનોનું બાંધકામ પૂર્ણ થતાં આજરોજ તેને જાહેર જનતાની આરોગ્ય સેવાઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ 8 આરોગ્ય કેન્દ્રોમાં પાલનપુર તાલુકાના રતનપુર અને મડાણા (ડાં.), ડીસા તાલુકાના ભદ્રામલી અને સમો નાના, દાંતીવાડા તાલુકાના ગોઢ, રામસીડા અને નીલપુર તથા કાંકરેજ તાલુકાના અરડુવાડા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્રોના પાકા મકાનો બનતાં લોકોને આરોગ્યની સેવાઓ મેળવવામાં ખુબ જ સરળતા રહેશે તથા આરોગ્યનો સ્ટાફને પણ સારી સુવિધા મળતાં તેઓ ગુણવતાવાળી આરોગ્યની સેવાઓ આપી શકશે.

જિલ્લામાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનના બાંધકામની કામગીરી હાલમાં ચાલી રહી છે તેવા મકાન ઝડપથી અને ગુણવત્તાયુક્ત બને તથા આરોગ્યનો સ્ટાફ આ આરોગ્ય કેન્દ્રોમાં સારી આરોગ્ય સેવાઓ પુરી પાડી શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમયાંતરે બેઠકો યોજીને કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. જેના કારણે આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોના નિર્માણની કામગીરી ખુબ ઝડપથી થઇ રહી છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં 117 આરોગ્ય કેન્દ્રોના જમીનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને તે પૈકી 22 કેન્દ્રોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.