દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના અધ્યક્ષ સ્થાને યોજાવા જઈ રહેલી G 20 ની બેઠકના અનુસંધાને ગુજરાત માં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના માર્ગદર્શન હેઠળ..
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ના સ્ટેટ કો-ઓર્ડિનર કૌશલભાઈ દવે ના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતમાં Y20 અંતર્ગત ગુજરાત યુવા-સંવાદ ના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે..
તે અનુસંધાને ઝોન સંયોજક શ્રી મયંકભાઇ બારોટ અને જિલ્લા સંયોજક શ્રી રોશનભાઈ બ્રહ્મભટ્ટ ની સુચના થી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકા અને નગર ના સ્તરે ગુજરાત યુવા સંવાદ ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે..
તે અંતર્ગત ડીસા નગર નો કાર્યક્રમ આઈટીઆઈ કોલેજ ભોયણ ખાતે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મગનભાઈ માળી ના અધ્યક્ષ સ્થાને યોજયો..
જેમાં ડીસા યુવા મોરચા ના પ્રમુખ શ્રી વિજયભાઈ વાઘેલા, આઈ.ટી.આઈ કોલેજ ના પ્રિન્સિપાલ શ્રીચેતનભાઈ મેવાડા, ડીસા એપીએમસી ના ડિરેક્ટર શ્રી રમેશભાઈ માળી, જીલ્લા માલધારી સેલના સંયોજક જયેશભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય કાંતાબેન પટેલ, ડીસા મહિલા મોરચા ના મહામંત્રી વર્ષાબેન પટેલ, આઈ.ટી.આઈ સંસ્થામાં થી ફોરમેન ઇન્સ્ટ્રક્ટર શ્રીગીરીશ ભાઈ રાવલ, શ્રીદિવ્યાંગ ભાઈ ત્રિવેદી, શ્રીમુકેશભાઈ પંચાલ, શ્રીદિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા..
જેમાં વક્તા તરીકે રામપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી લાલુભાઇ દેસાઈ દ્વારા સુંદર બૌધિક પુરુ પાડવામાં આવ્યું..
જેમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને યુવાનો તથા સમગ્ર આઈ.ટી.આઈ કોલેજના સ્ટાફ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, અને સાથે સાથે રમતગમત માં વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ ને દાતાઓ દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા..
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ડીસા નગર ના સંયોજકો કૌશિકભાઈ સાધુ, કમલેશ ભાઈ કંસારા, મહેશભાઈ જોષી અને આઈ.ટી.આઈ ના સ્ટાફ મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો..