સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઇવે પર મોડેલ સ્કુલ પાસે વહેલી સવારે ચોટીલા આવી રહેલી ઇકો કારનું ટાયર અચાનક ફાટતા કાર 10 ફૂટ ઉંડા ખાઇમાં ખાબકી હતી. ત્યારે અકસ્માતની ઘટના બાદ આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાદમાં ફરજ પરના હાજર તબીબે એમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આ અકસ્માતની ઘટનામાં ધાંધલપુરના વૃદ્ધ દંપતિને સારવાર મળે એ પહેલા જ બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ વૃદ્ધ દંપતિ ધ‍ાંધલપુરથી સાયલા આંખની હોસ્પિટલે જઇ રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત બનતા હાલમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. સાયલા પોલીસે ઘટનાની જાણ થતાં તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વૃદ્ધ દંપતિની લાશને પોસ્ટ મોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મૃતકોના નામ

નટવરભાઇ બાબુભાઇ મકવાણા- ઉંમર વર્ષ- 60 ( રહે- ધાંધલપુર, તા- સાયલા )

લત્તાબેન નટવરભાઇ મકવાણા- ઉંમર વર્ષ- 58 ( રહે- ધાંધલપુર, તા- સાયલા )

ઇજાગ્રસ્તોના નામ:-જેઠાભાઇ માત્રાભાઇ કલોત્રા ( રહે- ભાડુકા, તા- સાયલા )કંચનબેન બચુભાઇ મકવાણા ( રહે- ધાંધલપુર, તા- સાયલા )વિનયભાઇ ચાવડા ( રહે- મુંબઇ )ઇશ્વરીબેન વિનયભાઇ ચાવડા ( રહે- મુંબઇ )ધ્રુવ વિનયભાઇ ચાવડા ( રહે- મુંબઇ )​​​​​​સાયલા પાસે કાર અકસ્માત સમયે અંદર આઠથી વધુ પ્રવાસીઓ અલગ અલગ સ્થળેથી બેસીને મુસાફરી કરતા હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. ત્યારે જવાબદાર વિભાગોની રહેમ નજર હેઠળ બેફામ ચાલતા આવા વાહનોના લીધે જ આજે સાયલા હાઇવે ફરી એક વખત રક્તરંજીત થવા સાથે વૃદ્ધ દંપતીને ભરખી ગયો હતો.​​​​​​​ધાંધલપુર ગામે રહેતા દરજી પરિવારના નટવરભાઇ બાબુભાઇ મકવાણા તેમજ તેમના પત્નિ લત્તાબેનને લઇને આંખોની તપાસ કરાવવા હડાળા બોર્ડથી કારમાં સાયલા આંખની હોસ્પિટલે આવવા નિકળ્યા હતા. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ બંનેના સજોડે મોત થતાં પરિવારજનો સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.