પાલનપુર એરોમા સર્કલ ખાતે હેલ્મેટ પહેરવા અંગે પોલીસ, ટીઆરબી જવાનોથી શરૂ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અમલીકરણ થાય તે હેતુથી દાતાઓ સહયોગ થી ટીઆરબી જવાનોને એસ.પી તેમજ અધિકારીઓ દાતાઓની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો..
બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર નાઓએ ફેટલઅકસ્માતો નું પ્રમાણ ઘટાડવાના હેતુથી અને બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને અમૂલ્ય માનવીય જિંદગી બચાવવાના હેતુથી આપેલ..
અવાર નવાર સૂચનાઓ નુ અમલીકરણ કરવા અંગે ગામીતી વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શક હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર રબારી જિલ્લા ટ્રાફિક, પોલીસ ઈન્સ્પેક્ટર ગોહિલ સાહેબ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ તેમજ એમ.એમ કુરેશી પાલનપુર શહેર ટ્રાફિકનાઓ ની ખંત પૂર્વકની જહેમત થી એરોમા સર્કલ પાલનપુર ખાતે હેલ્મેટ પહેર વા અંગે પોલીસ, ટીઆરબી જવાનો થી શરૂ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અમલીકરણ થાય..
તે હેતુથી દાતાઓ નાનદિશભાઈ સારથી ઓટો શો રૂમ, ભરતભાઈ બેચરભાઈ પટેલ બાલારામ ગ્રુપ, તેમજ અમૃતભાઈ પટેલ બજાજ શોરૂમ પાલનપુર ના સહયોગ થી ટીઆરબી જવાનોને એસ.પી તેમજ અધિકારીઓ દાતાઓની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો..
બનાસકાંઠા એસ.પી બનાસકાંઠા ના ઓએ તેમના વ્યક્તવ્યમાં લોકોને પરેશાન કરવાના હેતુથી નહીં પરંતુ તેઓની માનવીય અમૂલ્ય જિંદગીના જતન સારું હેલ્મેટ પહેરવું જરૂરી હોય જેનો દ્વિચક્રી વાહન ચાલકો પૂરે પૂરો અમલ કરે અને નો હેલ્મેટ નો એન્ટ્રી નો અમલ કરવા માનનીય એસ.પી બનાસકાંઠા પાલનપુર ના ઓએ અપીલ કરેલ હતી..