પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મીશન લાઈફ કાર્યક્રમનું લોન્ચીંગ કરવામાં આવ્યું
પર્યાવરણની સતત ચિંતા કરતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં મિશન લાઈફ વર્ષ ૨૦૨૨-૨૩ થી વર્ષ ૨૦૨૭-૨૮ ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
ભારતની અંદર વર્ષ-૨૦૨૮ સુધીમાં તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા ૮૦% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુ.એન.ઈ.પી.) અનુસાર, જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.
મિશન લાઈફ અભિયાન અંતર્ગત આજરોજ સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર જન જાગૃતિ માટે સાઈકલ યાત્રા કાઢવામાં આવી હતી. વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલા દ્વારા આગામી તારીખ: 27/5/2023 ના રોજ આપણા પર્યાવરણને બચાવવા તથા જન જાગૃતિ માટે મહાસાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ - સાવરકુંડલા સહયોગી સંસ્થા તથા આ મહાસાઈકલ રેલીમાં રાજકીય અગ્રણીઓ, પત્રકાર મિત્રો, સરકારી અધિકારીઓ તથા જાહેર જનતા જોડાશે.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા