ખંભાત ગ્રામ્ય પોલીસ ટીમના ભરતભાઈ ઘનશ્યામભાઈ, ગૌરવકુમાર બિપીનચંદ્ર, યુવરાજસિંહ જશવંતસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હરિયાણના  લસણીયાપુરા ગામ નજીક ખેતરમાં આંબાના ઝાડ નીચે કેટલાક ઈસમો પત્તા પાના પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે. તેવી બાતમીના આધારે જગ્યાએ પોલીસે રેડ કરી હતી જેમાં કેટલાક ઈસમો આંબાના ઝાડ નીચે ગોળ કુંડાળું વળી પાના પૈસા વડે જુગાર રમતા હોય તેને કોડન કરી પ્રવીણભાઈ અંબાલાલ પ્રજાપતિ (રહે હરિયાણ) વાસુભાઈ બચુભાઈ વાલ્મિક (રહે વાઘરીવાસ ખંભાત) પ્રકાશભાઈ મણીભાઈ હલારી (રહે ગાયત્રીનગર) ભીખાભાઈ બાબરભાઈ ગોહેલ (રહે રણોલીપુરા) મહેશભાઈ લાલભાઈ પરમાર (રહે હરિયાણ) જીતેન્દ્ર મેલાભાઈ ઇસરવાડીયા (રહે હરિયાણા) એમ કુલ 6 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડી પોલીસે 3,410 રોકડ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

The Silver Spoon - Hotel & Restaurant Bundi (Raj)

AC Room, AC Restaurant, AC Meeting Area Facility Available

(સલમાન પઠાણ ખંભાત)