દાહોદ જીલ્લામાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જીલ્લા મેલેરિયા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં રેલી, પોરાનાશક કામગીરી, માઇક પ્રચાર અને સર્વેની સઘન રીતે કામગીરી કરવામાં આવી છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) આજ રોજ જીલ્લા પંચાયત અને સેવા સદન ખાતે પાણી ટાંકીઓની સફાઈ તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.

દર વર્ષે 16મી મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2023માં આ રોગની નાબૂદી માટે " Harness Partnership to defeat Dengue ( *"ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ”)* થીમ સાથે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડેન્ગ્યુનો તાવ પીડાદાયક છે. જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો મૃત્યુંનું જોખમ પણ વધી શકે છે.

મચ્છરની વિશેષ પ્રજાતિ એડિસ પ્રજાતિઓને કારણે ફેલાય છે. આ પ્રકારના મચ્છરો ઘરમાં ખુલ્લા રહેલ સંચિત પાણીમાં ઉત્પન્ન થાય છે. ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં સાંધા તથા માંસપેશીઓમાં દુઃખાવો, સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુઃખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, ગભરામણ થવી,નાક, મો તેમજ પેઢા માંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઈ શકે તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.

આવાં લક્ષણોને લોકો સામન્ય ગણી કાઢે છે. જે લાંબા ગાળા માટે હાનિકારક બની શકે છે. જેથી જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરીને લોકો ને સમજ આપી મચ્છર ઉત્પત્તિનાં સ્થળો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.

 *ડેન્ગ્યુ અટકાવવા માટે આ કાળજી રાખો* 

પાણી સંગ્રહના સાધનો ખુલ્લા ન રાખી હવા ચુસ્ત ઢાંકવું અથવા કપડાથી બાંધી દેવું, સંગ્રહેલા પાણીને દર ત્રીજા દિવસે એક વાસણ માંથી બીજા વાસણમાં ગાળી ઉત્પન્ન થયેલા પોરાઓનો નાશ કરવો અને મચ્છરના ઈંડાના નાશ માટે વાસણના તળીયા ખૂબ ઘસીને સાફ કરવા અને પાણીનાં મોટા હોજ અને ટાકામાં પોરા ભક્ષક માછલી આરોગ્ય કેન્દ્રમાંથી લાવીને નાંખવી હિતાવહક છે. શરીરના અંગોને ઢાંકી રાખો તેવા વસ્ત્રો પહેરો અને દિવસે પણ મચ્છર અગરબત્તી સળગાવો મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવો.