ગળતેશ્વર તાલુકા ના વસો ગ્રામ પંચાયત અને પટેલ ફળિયા ના રહેવાસી અમારા ગામના અને ફળિયાના જ રહેવાસી યોગેશભાઈ રાવજીભાઈ પટેલ બિન ધુળા ભાઈ ઉર્ફે ટીપું નામના વ્યક્તિ અવાર નવાર દારૂ જેવો નશો કરી જાહેર માં કપડાં કાઢી ,ગંદી ગાળો બોલો ,અશ્લીલ ચેનચાળા સાથે અમારા સૌ સજ્જન વ્યક્તિઓના ધર માં વગર કપડા પહેરી પ્રવેશી નાગાઇ કરે છે જે હવે રોજિંદુ બની ચૂક્યું છે જેને કારણે અમારે કાં તો અમારૂ ફળિયું અને ગામ છોડવા માટે હિજરત કરવું પડે તેવું જણાઈ રહ્યું છે જો એક વ્યક્તિ આવી હરકતો થી અમારા નાગરિકો ના હક અને હિતો સાથે અમારા મૂલ્યો ને નુકશાન પહોંચાડી રહ્યા છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમોને બાપ દાદા ઓના વારસ માં મળેલી અમારી મિલકતો માં રહેવા કાયમ શાંતિ મળે તેવો યોગ્ય ઉકેલ લાવી આપવા વિનંતી વધુ માં તેમને જણાવ્યું કે હેરાનગતિ કાયમી સર્જક યોગેશભાઈ રાવજીભાઈ પટેલ તેમજ તેમના પરિવાર તથા તેઓના મળતીયા તેઓને આવનાર દિવસોમાં ખોટી શીખ સાથે અમો તથા અમારા પરિવાર ના પુરૂષ સભ્યો ઉપર ખોટા આક્ષેપો સાથે અરજીઓ પણ કરી શકે તેવા હોય તો તાકીદે આ આવેદનપત્ર બાદ યોગ્ય પગલાં લઈ અમોને કાયમી સુખ અને શાંતિ કરી આપવા વિનંતી કરી હતી ....

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર